દાન/

Donation

Suvarna Mahotsav Donation

સર્વસાઘારણ ફંડની યોજના

શ્રી શત્રુંજય મહાતીર્થ ગિરિરાજ ઉપર તથા રાણકપુર, ગિરનારજી, તારંગાજી, કુંભારીયાજી જેવા આ તીર્થોમાં વિવિઘ શિલ્પ અને બારીક કોતરણીથી વિભૂષિત દહેરાસરોનું નિર્માણ કરવા માટે આપણા પુણ્યવંતા પૂર્વજોએ લક્ષ્મીને પાણીની જેમ વાપરી છે.

આવા અનેક પ્રાચીન તીર્થો આ ભારતવર્ષની ભૂમિ ઉપર છે. આવા ૮ તીર્થો (શ્રી શત્રુંજય મહાતીર્થ ગિરિરાજ, ગિરનારજી,રાણકપુર,મૂછાળા મહાવીર, તારંગાજી, કુંભારીયાજી, શેરીસા તથા વામજ) નો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હસ્તક છે. મહાન પુણ્યોદય હોય તો જ આ મહાન તીર્થ ભૂમિઓમાં સંપતિનો સદ્ઉપયોગ કરવાનો અવસર મળે છે.

તીર્થસ્થળમાં વર્ષોવર્ષ યાત્રિકોની સંખ્યા વઘતી ગઇ છે. આ પવિત્ર સ્થળોની જાળવણી સાથે યાત્રિકોની સગવડો સાચવવાના અને વઘારવા માટેના પેઢીના પ્રયાસો ચાલુ છે. પરંતુ આ પ્રકારના કામો કરવામાં પેઢીને સાઘારણની રકમની ભારે ખેંચ રહી છે. સર્વસાઘારણની ચાલુ આવકો સામે ખર્ચ વઘતા ગયા છે. આવી પરિસ્થિતિમાં તીર્થસ્થાનોના સત્કાર્યો કરવામાં પેઢીને ઘણી જ મુશ્કેલીઓ નડે છે અને ઘણીવાર સમયસર કામો નહિ થતા પેઢીને વિકટ પરિસ્થિતિમાં મૂકાવવું પડે છે. આ સમયને હલ કરવા સર્વસાઘારણના ભંડોળ માટેની યોજના તૈયાર કરવામાં આવેલ છે. આ યોજનાની વિગતવાર માહિતી અત્રે આપવામાં આવી છે.

આ યોજનામાં દાન આપનાર ભાગ્યશાળી દાનવીરનું નામ શાશ્વતા તીર્થ શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર સગાળપોળના પ્રવેશદ્વાર સામે પેઢીના કાર્યાલયની બાજુમાં બંસીપહાડપુર પત્થરમાં સુશોભીત ગ્રેનાઇટની તકતીમાં સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. તકતીના સ્થાનનો ખ્યાલ આવે તેમજ દાન આપનાર ભાગ્યશાળીનું નામ જે રીતે લખવામાં આવશે તે જોવા માટે અત્રે તેની કોમ્પ્યુટર ઇમેજ આપવામાં આવેલ છે.

સર્વસાઘારણ યોજનામાં લાભ લેનાર ભાગ્યશાળી દાતાશ્રીના નામનો આ યોજનાની તકતીમાં નીચે મુજબ બે લાઇનમાં સમાવેશ કરવામાં આવશે.

  1. પ્રમુખ લાભાર્થી - રૂા. એક કરોડ આઠ લાખથી વઘુ દાન આપનારનું નામ તકતીમાં સહુથી ઉપર 2” ના કુલ 60 અક્ષરોની મર્યાદામાં વઘુમાં વઘુ બે લાઇનમાં આવશે.
  2. મુખ્ય લાભાર્થી - રૂા. એકાવન લાખનું દાન આપનારનું નામ ત્યારબાદ તક્તીમાં 1.5” ના કુલ 60 અક્ષરોની મર્યાદામાં વઘુમાં વઘુ બે લાઇનમાં લખવામાં આવશે.
  3. સહયોગી લાભાર્થી - રૂા. એકવીસ લાખનું દાન આપનારનું નામ ત્યારબાદ તક્તીમાં 1” ના કુંલ 60 અક્ષરોની મર્યાદામાં વઘુમાં વઘુ બે લાઇનમાં લખવામાં આવશે.

મૂડીના વ્યાજમાંથી નીચે જણાવેલ સાતેય તીર્થો અને દહેરાસરોના સંકુલના સર્વ સાધારણ કાર્યોમાં વહીવટ માટે આ રકમ વપરાશે તેથી દાતાને સાતેય તીર્થોના સાધારણ કાર્યોમાં લાભ મળશે. આ યોજનામાં લાભ લેનાર લાભાર્થીનુ નામ શાશ્વતા પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર તક્તીમાં સુવર્ણ અક્ષરે લખાશે.

શેઠ આણંદજી કલ્યાણજી સંચાલિત શાશ્વતા તીર્થ શત્રુંજય ગિરિરાજ, ગીરનારજી, રાણકપુરજી, કુંભારીયાજી, તારંગાજી, શેરીસા તેમજ મક્ષીજી તીર્થોના સર્વસાઘારણ કાર્યોમાં લાભ લેવા ઘર્મપ્રેમી અને દાનવીર માટે આ એક અમૂલ્ય સોનેરી અવસર છે.

શત્રુંજય ગિરિરાજ - પાલીતાણા તીર્થમાં દાનની યોજનાઓ

આવશે.
ક્રમ યોજનાની વિગતકાયમી મૂડી રૂા઼તકતીની વિગત
૧. સર્વ સાધારણ ૨’’ ના અક્ષર
૧.૫’’ ના અક્ષ્રર
૧’’ ના અક્ષ્રર
૧,૦૮,૦૦,૦૦૦
૫૧,૦૦,૦૦૦
૨૧,૦૦,૦૦૦
ગિરિરાજ ઉપર સગાળકુંડ આગળ તકતીમાં નામ. ૬૦ અક્ષ્રરની મર્યાદા પ્રમુખ લાભાર્થી, મુખ્‍ય લાભાર્થી, સહયોગી લાભાર્થી, મૂડી કોર્પસ ખાતે જમા રાખી વ્‍યાજ વાપરવામાં આવશે આ વ્‍યાજ પેઢી હસ્‍તક તમામ તીર્થોમાં વાપરવામાં આવશે.
૨. દેરાસર સાધારણ૧,૧૧,૧૧૧ગિરિરાજ ઉપર સગાળપોળ દરવાજાની બહારની બાજુ દિવાલ પર આરસની તકતીમાં નામ તથા ઉપદેશક તરીકે મ સાહેબનું નામ ૪૧ અક્ષરની મર્યાદામાં લખાય છે. મૂડી કોર્પસ ખાતે જમા રાખી વ્‍યાજ વાપરવામાં આવશે. ૪૫” x ૧.૫”
3. વરસીતપ પારણાભવનના બીમ ઉપર નામ ૫૦,૦૦૧૬' x ૧' ની તકતીમાં ૬૦ અક્ષરની મર્યાદા બ્‍લોકના એક બીમ ઉપર નામ આવશે.
૪. ફાગણ્‍ સુદ ૧૩ ના રોજ ભાતું તથા તે િદવસનો અન્‍ય ખર્ચ ૫૦,૦૦૦સિદ્ધવડ આદપુર ખાતે પેઢીના ભાતાના પાલમાં આરસની તકતીમાં નામ લખાશે મૂડી કોર્પસ ખાતે જમા રાખી વ્‍યાજ વાપરવામાં આવશે.
૫. પાંચબંગલાની રૂમો(કુલ ૨૦રૂમ- બે હોલ છે)
૧૦ રૂમ નીચે
૧૦ રૂમ ઉપર
૧ હોલ નીચે
૧ હોલ ઉપર

૩,૦૦,૦૦૦-રૂમ દીઠ
૨,૫૦,૦૦૦-રૂમ દીઠ
૧૧,૦૦,૦૦૦
૯,૦૦,૦૦૦
રૂમની બહાર ટ્રસ્‍ટ નકકી કરે તે જઞ્‍યાએ અને તે સાઇઝમાં નામ લખાશે પાંચબંગલામાંથી બીજો અને ત્રીજો બંગલા માટે દાન આવી ગયેલ છે (કુંલ ૧૨ રૂમ અને બે હોલ (બાકી) બંગલા નં ૧,૪,૫ માટે દાન સ્‍વીકારવામાં આવશે.
૬. ગામના મોટા દેરાસર, ગોડીજી દેરાસર, જશકુંવર દેરાસરે મૂળનાયક ભગવાનને આંગી૫૦૦-દેરાસર દીઠખાલી હોય તે તીથી મળે (એક તીથી માટે વઘુમાં વઘુ ૧૨ નામની નોંઘણી કરવામાં આવશે) મૂડી કોર્પસ ખાતે જમા રાખી વ્‍યાજ વાપરવામાં આવશે.
૭. સર્વ સાઘારણ૧,૧૧,૧૧૧ગિરિરાજ ઉપર સગાળપોળ દરવાજાની બહારની બાજુની દિવાલ પર આરસની તકતીમાં નામ તથા ઉપદેશક તરીકે મ.સાહેબનું નામ ૪૧ અક્ષરની મર્યાદામાં લખાય છે. મૂડી કોર્પ્‍ાસ ખાતે જમા રાખી વ્‍યાજ વાપરવામાં ૪૫”x૧.૫”
ઉપરોકત યોજનાઓમાં ફેરફાર કે દાન સ્વીકારવા, ન સ્વીકારવા અંગે ટ્રસ્ટનો નિર્ણય આખરી રહેશે.
ચેક ડ્રાફટ

“શેઠ આણંદજી કલ્યાણજી”

ના નામનો નીચેના સ્થળોએ પણ સ્વીકારાશે.
પાલીતાણાનું સરનામું મુંબઇનું સરનામુંઅમદાવાદ 
શેઠ આણંદજી કલ્યાણજી
શ્રી રજની શાંતિ માર્ગ,
પાલીતાણા. પીન કોડ નં. ૩૬૪૨૭૦
ફોન નં. ૦૨૮૪૮-૨૫૨૧૪૮/૨૫૩૬૫૬
શેઠ આણંદજી કલ્યાણજી - મુંબઇ કાર્યાલય
1001, 10મે માળ, મેજેસ્ટીક શોપીંગ સેન્ટર,
114, જે.એસ. એસ. રોડ,ગિરગામ ચર્ચ નજીક ગિરગામ,
મુંબઇ-400 004
ફોન નં. 022-23808048
શેઠ આણંદજી કલ્યાણજી
પટણીની ખડકી, ઝવેરી ચેમ્બર્સની બાજુમા,
ઝવેરીવાડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન નં. ૦૭૯-૨૫૩૫૬૩૧૯